આજ તા. ૧૯.૦૯.૨૦૨૧ ના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં બેંકના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સાધારણ મા પોતાનું ઉદ્બોધન કરી ને બેંક ના કાર્યો ને બિરદાવ્યા હતા, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
Author: Kirit Patel
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી.જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી .જેમાં હાજરી આપી સેમરાળા સાખડાવદર બાદલપુર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી, સાથે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડનાં લોકો સુધી પહોંચે એ હેતુ સર માહિતી આપી, સાથે ભારતીય જનતા પાર્ટીની નીતી રિતી મુજબ બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સહીત મંડલ કક્ષાએ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.
પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસ નિમીતે જૂનાગઢ જીલ્લા યુવા મોરચા દ્વારા કેશોદ ખાતે પાનદેવ સમાજ વાડીમાં “નમોમેળો”નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પ્રદર્શની સાથે સચોટ માર્ગદર્શન હેતુ ત્રી દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, એ અવસરે હાજરી આપી.કાર્યકરો ને પ્રોત્સાહિત કર્યા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો જેમાં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, સાથે ૩૦૦ જેટલા લાભાર્થીઓને વસ્ત્રદાન કરાયું હતું જેમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ઉજ્વલા યોજના o.૨,વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાં લાભાર્થી ને યોજના અંતર્ગત હુકમો પરિપત્રો સાથે ઉજ્વલા યોજના o.૨ અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજેશ ચુડાસમા,જીલ્લા પ્રભારી ધવલભાઈ દવેજી સાથે હાજર રહેવાનો મોકો મળ્યો.
જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી.
જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે આવેલી કન્યા શાળા મા ધોરણ ૮ ની મંજૂરી અર્થેની રજૂઆત જિલ્લા કાર્યાલય *”પંડિત દિન દયાલ ભવન”* ખાતે કન્યા શાળાના પ્રિન્સિપાલ અને વડાલ ના સરપંચ અરવિંદભાઈ ઘરડેશીયા દ્વારા મળતા, અમો દ્વારા સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી કન્યાઓના આશીર્વાદ મેળવ્યા…

Press Coverage
જુનાગઢ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ.
આજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ, જેમાં સહભાગી બની આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ની વર્ષગાંઠ નિમિતે આગામી કાર્યક્રમોના આયોજન સાથે આવનારા દિવસોમાં કરવાના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું.
Press Coverage
વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તા.૦૯/૦૯/૨૦૨૧ને ગુરૂવારના રોજ વિસાવદર તાલુકાના સરસઇ ગામ ખાતે પાંચકરોડ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ધ્રાફડ નદીના પુલનું ખાતમુહૂર્ત કરાયું જે કાર્યક્ર્મ માં ઊપસ્થિત રહેવાનો મોકો મળ્યો


























































