


























આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના સરસઇ ગામ ના લક્ષ્મી મહિલા મંડળ ના બહેનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.



આજરોજ તા.10.12.2021 નાં જિલ્લા રજીસ્ટાર સ.મ.જુનાગઢ શ્રી સુવાસાહેબ સાથે બેન્કની મુખ્યકચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધેલ અને વિસ્તૃત ચર્ચા વિચારણા કારેલ.





જૂનાગઢ તાલુકાનાં કેરાળા ગ્રામ પંચાયત સમરસ થતાં સમસ્ત ગામ દ્વારા ગ્રામ પંચાયત ના સરપંચ સહિત સભ્યોના બહુમાન નો કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી સરપંચ સહિત સભ્યોને સન્માનિત કર્યા.














આજરોજ વડાલ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પ અર્પણ કરી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.








આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સમસ્ત કોળી સમાજ ટ્રસ્ટ વડાલ દ્વારા સંતવાણી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી કાર્યક્રમ નો પ્રારંભ ગઈ કાલની હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના CDS જનરલ બિપિન રાવત સહિત વીરગતિ પામેલા તમામ શહીદોને પુષ્પાંજલી આપી એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી.







વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયના કન્સેપ્ટને સાર્થક કરી આજરોજ જૂનાગઢ જિલ્લા બેંક મેન બ્રાન્ચ ખાતેથી ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની ગીરસોમનાથ જિલ્લાની પેટાશાખા ઓના મેનેજરો સાથે ઓનલાઇન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટીંગ યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.







આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી,જેમાં હાજરી આપી આગામી કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.












આજરોજ જૂનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકાના કુબા ગામે નૂતન રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મ મહોત્સવ પ્રસંગે હાજરી આપી પૂજન અર્ચન નો લાભ મેળવ્યો









