Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું.

મહા શિવરાત્રી મેળાને લઇને મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી પૂજન-અર્ચન કર્યું એ વેળાએ હાજરી આપી ધન્યતા અનુભવી.

Posted in Junagadh

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી C R Paatil સાહેબ એ Carina Retreat રિસોર્ટની મુલાકાત.

આજે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષશ્રી C R Paatil સાહેબ એ Carina Retreat રિસોર્ટ – ભોજદેની મુલાકાત લઈ ભોજન માટે પધાર્યા ત્યારે એમની સાથે હાજરી આપેલ.

Posted in Talala

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર “મહા ખેડૂત શિબિર”ને આખરી ઓપ આપ્યો.

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે 24 ફેબ્રુઆરીના યોજાનાર “મહા ખેડૂત શિબિર” માં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર હોય જેને લઇ તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપ્યો.

Posted in Talala

ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના આગમન ને લઈ તૈયારી નિરીક્ષણ.

આવતીકાલે તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર મહા ખેડૂત શિબિર માં પધારનાર ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના આગમન ને લઈ તૈયારીના ભાગરૂપે સાસણ હેલિપેડ ખાતે નિરીક્ષણ ની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ

Posted in Talala

તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર “મહા ખેડૂત શિબિર”ના કાર્યક્રમ તૈયારીઓનું જાત નિરીક્ષણ.

આવતીકાલે તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાનાર “મહા ખેડૂત શિબિર” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ખેડૂતલક્ષી માર્ગદર્શન સાથે કૃષિમેળા ના કાર્યક્રમને લઈ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે થતી તમામ તૈયારીઓનું જાત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવનિર્મિત કામગીરીનું જાતનિરીક્ષણ.

આજ રોજ શ્રી.સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખેડૂતોના પાક રાખવા માટે ના શેડના રિનોવેશન, નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરીના ચાલી રહેલા કામનું જાતનિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Keshod

“નમો કિસાન પંચાયત” કાર્યક્રમ કેશોદ તાલુકાના અજાબ ખાતે યોજાયો.

આજરોજ પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, મંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જીલ્લા કિશાન મોરચા દ્વારા સરકારશ્રીના ખેડુત લક્ષી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ કેશોદ તાલુકાના અજાબ ખાતે યોજાયો આતકે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી થયેલ.

Posted in Keshod

“નામો કિસાન પંચાયત” કાર્યક્રમમાં હાજરી આપી પ્રગતિશીલ ખેડૂતો ને સન્માનિત કર્યા.

જૂનાગઢ જિલ્લાના 88 – કેશોદ વિધાનસભા માં કિસાન મોર્ચા, ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ દ્વારા અજાબ ખાતે આયોજીત “નામો કિસાન પંચાયત” કાર્યક્રમમાં કેશોદ, માંગરોળ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રીઓ નું સન્માન કરાયું જેમાં હાજરી આપી પ્રગતિશીલ ખેડૂતો ને સન્માનિત કર્યા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાયા.

આજરોજ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને નવ નિયુક્ત કોંગી અને આમ આદમી પાર્ટીના સરપંચો અને કાર્યકરોએ તેમની પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા થતી વિકાસ યાત્રામાં જોડાયા, આ કાર્યક્રમ માં હાજરી આપી તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા.

Posted in Junagadh

જિલ્લાના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી.

સુરત ખાતે ગ્રીષ્મા વેકરીયાની હત્યાના બનાવને લઈ આજરોજ જૂનાગઢ જિલ્લા ના નાગલપુર ગામ ખાતે મૃતક ગ્રીષ્માના નિવાસસ્થાને સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજર રહી બહેન ગ્રીષ્માને પુષ્પાંજલી અર્પણ કરી ,ગ્રીષ્માં વેકરીયા ના પરિવાર સાથે મુલાકાત કરી, મૃતક ગ્રીષ્માના પરિવારને ન્યાય મળે એવી સાંત્વના આપી હતી.