આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ૧૬મી માર્ચ ના રોજ શરૂ થનાર સુપોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ૧૬મી માર્ચ ના રોજ શરૂ થનાર સુપોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.





આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું જૂનાગઢ જિલ્લા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરેલ.









પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ.





આજ તા. ૯.૩.૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમોના આયોજનને લઇને ચર્ચા કરવામાં આવી, આ બેઠકમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.










આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા આયોજીત જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી, જેમાં બગડુ સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિર નો લાભ લીધો હતો. આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું, જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.












આજ તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર ની બેઠક યોજાયેલ જેમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોને રવિપાક ધીરણમાં રૂ.૩૦૦૦૦૦/- સુધીના 0% વ્યાજથી પાક ધિરાણ આપવા બજેટમાં કરવામાં આવેલ જાહેરાતની પ્રસંશાકરી, માન્ય.મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.










આજરોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે મુલાકાત લઈ દેશપ્રેમી સંત પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા.







આજરોજ ગરવા ગિરનારની ગોદમાં ચાલતા મહાશિવરાત્રી મેળા માં પધારેલ ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રકૃતિધામ હેલિપેડ ખાતે સ્વાગત કર્યું.





જૂનાગઢ-ભવનાથ ખાતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળામાં પધારેલ મુખ્યમંત્રીશ્રી એ ભગવાન ભવનાથના દર્શન-પુજન સાથે પૂજ્ય શેરનાથબાપુના આશ્રમ ની મુલાકાત સાથે ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવ માં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુની મુલાકાત લીધી હતી જેમાં આશ્રમ ખાતે પુ.બાપુના દેશપ્રેમથી પ્રભાવિત થઈ હાજર સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા જેમાં હાજરી આપી સહભાગી થયો.






વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ તેમજ નૂતન આંગણવાડીના બિલ્ડીંગ નું કામ શરૂ કરાતા સ્થળ પર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.



