Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી.

આજ તા. ૯.૩.૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમોના આયોજનને લઇને ચર્ચા કરવામાં આવી, આ બેઠકમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બગડું ગામે પટેલ સમાજ ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી.

આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા આયોજીત જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી, જેમાં બગડુ સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિર નો લાભ લીધો હતો. આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું, જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર ની બેઠક યોજાયેલ.

આજ તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર ની બેઠક યોજાયેલ જેમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોને રવિપાક ધીરણમાં રૂ.૩૦૦૦૦૦/- સુધીના 0% વ્યાજથી પાક ધિરાણ આપવા બજેટમાં કરવામાં આવેલ જાહેરાતની પ્રસંશાકરી, માન્ય.મુખ્યમંત્રીશ્રી અને સરકારશ્રીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

Posted in Junagadh

રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે સંત પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા.

આજરોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે મુલાકાત લઈ દેશપ્રેમી સંત પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મેળવ્યા.

Posted in Junagadh

મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રકૃતિધામ હેલિપેડ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ ગરવા ગિરનારની ગોદમાં ચાલતા મહાશિવરાત્રી મેળા માં પધારેલ ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રકૃતિધામ હેલિપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Junagadh

જૂનાગઢ-ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં પધારેલ મુખ્યમંત્રીશ્રી એ હાજર સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા જેમાં હાજરી આપી.

જૂનાગઢ-ભવનાથ ખાતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળામાં પધારેલ મુખ્યમંત્રીશ્રી એ ભગવાન ભવનાથના દર્શન-પુજન સાથે પૂજ્ય શેરનાથબાપુના આશ્રમ ની મુલાકાત સાથે ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવ માં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુની મુલાકાત લીધી હતી જેમાં આશ્રમ ખાતે પુ.બાપુના દેશપ્રેમથી પ્રભાવિત થઈ હાજર સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા જેમાં હાજરી આપી સહભાગી થયો.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આંગણવાડીના સ્થળ પર મુલાકાત.

વિસાવદર તાલુકાના બરડીયા ગામ ખાતે વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના લોકોની સુખાકારી માટે નવનિર્મિત થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ તેમજ નૂતન આંગણવાડીના બિલ્ડીંગ નું કામ શરૂ કરાતા સ્થળ પર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા.

Posted in Junagadh

સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન,પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે ભવનાથ મંદિર ખાતે પૂજન-અર્ચન.

જૂનાગઢ ખાતે યોજાતા મહા શિવરાત્રી મેળાના ધ્વજારોહણ બાદ બીજા દિવસે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી, અરવિંદભાઈ રૈયાણી સાથે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી મહાશિવરાત્રી મેળો વિના વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે પૂજન-અર્ચન કરી સર્વેના સુખાકારી માટે પ્રાથના કરી.

Posted in Junagadh

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદ પ્રવાસ કાર્યક્રમના ઉપસ્થિત.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદ પ્રવાસ કાર્યક્રમના આયોજન ના બીજા દિવસે ડુંગરપુર જીલ્લા પંચાયત સીટમાં ડો.સુભાષ હાઈસ્કુલ ડુંગરપુર ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા જેના સત્વરે ઉકેલ લાવવા પ્રયત્નો કરવા આશ્વાસન આપેલ જેમાં ઉપસ્થિત રહ્યો.

Posted in Junagadh

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ ખાતે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો ગરીબ લાભાર્થી ઓને સીધો લાભ આપવામાં આવ્યો.

આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ ખાતે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો ગરીબ લાભાર્થી ઓને સીધો લાભ આપવામાં આવ્યો,જે કાર્યક્રમ માં હાજરી આપી સહભાગી બન્યો.