આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ના યુવા મોરચાના અધ્યક્ષ મનન અભાણી ના શુભ વિવાહ લગ્ન પ્રસંગે યોજાયેલ સત્કાર સમારોહમાં હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા.




માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને “9” વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ 13-જૂનાગઢ લોકસભા વિસ્તારનું વિશાળ “મહાસંમેલન” આસોપાલવ રિસોર્ટ, વેરાવળ (ગીર સોમનાથ) ખાતે પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું.જેમાં સરકારશ્રીની “9”વર્ષની લોક ઉપયોગી યોજનાઓ,સિદ્ધિઓને યાદ કરી હતી. એ સમેલંનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ હોદ્દેદારો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.





આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલય ખાતે આગામી તા.૨૫ થી ૨૭, સુધી થનાર અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત અપેક્ષીત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક મળી જેમાં હાજરી આપી આગામી કાર્યક્ર્મોના સુચારુ આયોજન અર્થે માહિતગાર કર્યા.






આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.





આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.















