






























આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.





આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.























ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના હસ્તે રાજકોટ ખાતે રૂ.2033 કરોડથી વધુ રકમોના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.






જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો જીલ્લા/તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો નગર પાલિકાના પ્રમુખો, apmc ના ચેરમેન-વાઇસ ચેરમેન, મંડલ પ્રમુખો, અને અપેક્ષીત આગેવાન કાર્યકરોનીની ઉપસ્થિતિમાં બેઠક મળી. બેઠકમાં કાર્યકર્તાઓના પરિચયની સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.



















