Posted in Keshod

“મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકા ભાજપ

આજ રોજ “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકાનો વર્કશોપ યોજાયો, જેમાં જૂનાગઢ જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં હોદેદારો, આગેવાનો તેમજ તમામ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

+9

B

Posted in Mangarol

મતદાતા ચેતના અભિયાન માંગરોળ ખાતે શહેર/તાલુકા ભાજપ

આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in JDCC Bank, Junagadh

ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી સાધારણ સભા

આજ તા:૧૯/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ ધી.જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની ૬૪ મી અને શ્રી સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી C.R.Paatil સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના પશુપાલક ભાઇઓ -બહેનો ને હાજર રહ્યાં હતાં,સાધારણ સભા માં પશુપાલક ભાઈઓ બહેનોને વધુમાં વધુ કેમ મદદરૂપ થવા અંગેના નિર્ણયો કરવામાં આવ્યા.

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ વેપારી મહામંડળ દ્વારા મારા અઘ્યક્ષ સ્થાને મહાનુભાવોના અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમ માં મારું બહુમાન કરવામાં આવ્યું એ બદલ હું એ.પી.એમ.સી વેપારી મહામંડળનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Uncategorized

શ્રી Narendra Modi સાહેબના હસ્તે રાજકોટ ખાતે લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

ગૌરવવંતા ગુજરાતના પનોતા પુત્ર, અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના હસ્તે રાજકોટ ખાતે રૂ.2033 કરોડથી વધુ રકમોના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે apmc ના કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠક મળી.

જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો જીલ્લા/તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો નગર પાલિકાના પ્રમુખો, apmc ના ચેરમેન-વાઇસ ચેરમેન, મંડલ પ્રમુખો, અને અપેક્ષીત આગેવાન કાર્યકરોનીની ઉપસ્થિતિમાં બેઠક મળી. બેઠકમાં કાર્યકર્તાઓના પરિચયની સાથે આગામી દિવસોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.

Posted in Uncategorized

જુનાગઢ તાલુકાના ગરપુર,પાતાપુર,સણાથા,ઇટાળા ખાતે વરસાદી પાણીથી થયેલા નુકસાનીના સર્વે દરમ્યાન ગ્રામજનો સાથે બેઠક કરી પૂરના આવેલ પાણીને લઈ થયેલ ઘરવખરીને નુકસાન અંગે તાગ મેળવી જરૂરી વ્યવસ્થાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ કરવા તાત્કાલિક જેસીબી બોલાવી અવરોધક પાણીનો નિકાલ કરાવેલ.

Posted in Uncategorized

જુનાગઢ માં અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના વરસાદી પાણી થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નગરજનોના પરિવારોની મુલાકાત લઇ સ્થળ પર સમસ્યાનો તાત્કાલિક નિકાલ અર્થે પ્રયત્નો કરેલ.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારો માં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ નું હવાઈ નિરીક્ષણ કરવા માટે જુનાગઢ પધારેલ મુખ્યમંત્રીશ્રી નું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માંગરોળ, તાલાલા, માળીયા હાટીના તેમજ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થીતીનો તાગ મેળવી જુનાગઢ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ જેમાં હાજર રહેલ.