Posted in Visavadar

નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત

આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…

Posted in Bhesan, JDCC Bank

ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર”

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે આ અવસરે શ્રી રાઘવજીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર ” માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in Birthdays

જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.

મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આપ સૌનો આ અપ્રતિમ પ્રેમ અને શુભકામનાઓ મારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને બમણી ગતિએ સેવાકીય કાર્યોમાં રત રહેવા પ્રેરણા પ્રદાન કરશે.

આપ સૌ લાગણી અને પ્રેમ સદાય વરસાવતા રહો એવી અભિલાષા.

Posted in Junagadh

જુનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી અને મંડળ સશક્તિકરણ ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહી જિલ્લાના યુવાન કાર્યકર્તાઓને આગામી લોકસભાની ચૂંટણી માટે કામ કરવા તૈયાર રહેવા માટેનું આહવાન કરેલ

Posted in Other City, Talala

શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત

આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે યોજાયેલ ગીરગઢડા, ઉના,અને કોડીનાર શ્રી સરદાર પટેલ – ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી, પટેલ સમાજ ભવન નિર્માણ કાર્યમાં સહભાગી થયેલ.

Posted in Mendarada

માધવ રેસીડેન્સી” ખાતે

આજરોજ લાભપાંચમનાં શુભ દિવસે મેંદરડા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર દિનેશભાઇ વેકરીયા દ્વારા “માધવ રેસીડેન્સી” ખાતે રહેણાંક હેતુ અર્થે ખુલ્લા પ્લોટના વેચાણનો શુભ પ્રારંભ નિમિત્તે હાજરી આપી શુભકામનાઓ પાઠવી.

Posted in Junagadh

કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.

આજરોજ ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ આહીર અને સાથી આગેવાન કાર્યકર્તાઓ સાથે મારી ઓફિસ ખાતે પધારતા નૂતવર્ષ ની શુભકામનાઓ પાઠવી.

Posted in Junagadh

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી,

આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા અને તાલુકાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક મળી, જેમાં હાજરી આપી બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બાકી રહેલ સરલ એપ્લિકેશનમાં “OTP” વેરીફીકેશનની કામગીરી તત્વરિત પૂરું કરવાની સાથે આગામી નૂતનવર્ષના સ્નેહમિલન કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો,

આજરોજ વિસાવદર તાલુકાના બરડીયા પટેલ સમાજ વાડી ખાતે અવધ હોસ્પિટલ & આઈ.સી.યુ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ અને બરડીયા ગામના સરપંચ શ્રી દ્વારા આરોગ્ય લક્ષી નિશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ તેમજનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રોગોના 15 થી વધુ નિષ્ણાંત ડો. કેમ્પમાં જોડાયા હતા જે કેમ્પમાં હાજરી આપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો, આ કેમ્પમાં લાભ લેનારા જરૂરિયાતમંદ દર્દીઓને તપાસની સાથે સાથે જરૂરી દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી.

Posted in Junagadh

નમ્રમુની મહારાજ સાહેબના શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.

આજરોજ ભવનાથ સ્થિત પારસ ધામ ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબના સાનિધ્યમાં ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ સાથે હાજર રહી આશિર્વાદ મેળવ્યા.