જુનાગઢ જીલ્લાના બગડુ ખાતે જગદીશભાઈ ડોબરીયા પરીવાર દ્વારા આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ઉપસ્થિત રહીને કથાશ્રવણનો લ્હાવો લીધો.





આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…






આજે ભારે પવન સાથે વરસાદ પડતાં બીલખા – મોટા કોટડા- માણેકવાડા રોડ નો રસ્તો બ્લોક થઈ જતા તાત્કાલિક 2 જેસીબી મંગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાવેલ










આજરોજ મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગામે જુનાગઢ જિલ્લા ભાજપના મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી અને રાજાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા તથા મનોરથ ના ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અનેરો લ્હાવો પ્રાપ્ત થયેલ.









સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. ત્યારે આ અવસરે શ્રી રાઘવજીભાઇ પટેલ ની ઉપસ્થિતિ મા ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. દ્વારા ભેસાણ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ સેમિનાર ” માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.


























મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આપ સૌનો આ અપ્રતિમ પ્રેમ અને શુભકામનાઓ મારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને બમણી ગતિએ સેવાકીય કાર્યોમાં રત રહેવા પ્રેરણા પ્રદાન કરશે.
આપ સૌ લાગણી અને પ્રેમ સદાય વરસાવતા રહો એવી અભિલાષા.