આજરોજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને સાવજ ડેરી જુનાગઢ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન ગુજરાતના કૃષિ મંત્રી અને જૂનાગઢના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલ. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ બંને સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ તેમજ સહકારી આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો અને સભાસદો ઉપસ્થિત રહેલ.













