Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલ ચાલી રહેલ સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ પૂર્વ સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ અને જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં જિલ્લા હોદ્દેદારો મંડળ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો ની એક વિશેષ બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહી અભિયાન ને વધુ વેગ આપવા જરૂરી સૂચન કરેલ.

Posted in Junagadh

કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જિલ્લા સહકારી બેંક લી. અને સાવજ ડેરી જુનાગઢ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન.

આજરોજ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને સાવજ ડેરી જુનાગઢ ની વાર્ષિક સાધારણ સભા નું આયોજન ગુજરાતના કૃષિ મંત્રી અને જૂનાગઢના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયેલ. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ બંને સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ તેમજ સહકારી આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો અને સભાસદો ઉપસ્થિત રહેલ.