जलम् एव जीवनम्॥
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની ‘જળશક્તિ જનભાગીદારી’ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને લાઈવ નિહાળેલ.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ થી આ પહેલમાં મોટા પાયે લોકોને જોડીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની દિશામાં આ પહેલ ખૂબ મહત્ત્વની સાબિત થશે.
આ અવસરે, ભૂગર્ભ જળની માપણી, મેપિંગ અને વ્યવસ્થાપન માટેના કેન્દ્ર સરકારના NAQUIM કાર્યક્રમ અંતર્ગત વિવિધ પહેલની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.











