Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા ના નામો જાહેર થતાં ઝાંઝરડા ચોકડી નજીક “ક્રિષ્ના આર્કેડ” (k.c.c.) ખાતે મારી ઓફિસે નવનિયુક્ત હોદેદારોને મોમેંટો આપી શુભેચ્છાઓ પાઠવી.

Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જિલ્લા સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલની ઉપસ્થિતિમાં જુનાગઢ તાલુકા પંચાયતના નવ નિયુકત હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ – ઉપપ્રમુખ ની ચૂંટણી સંદર્ભે પ્રદેશ તરફથી મહાનગરના ડે.મેયર ગીરીશભાઈ કોટેચા ની હાજરીમાં સદસ્ય શ્રીઓને વ્હીપ આપવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા અને પક્ષના નેતા તરીકે લાભુબેન ગુજરાતીના નામો જાહેર થતાં પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી.

Posted in Uncategorized

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં “DIGICONNECT” કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો જેમાં જિલ્લા કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા તેમજ મહાનગરના હોદ્દેદાર કાર્યકરો સાથે હાજરી આપી યાદગાર ક્ષણોના સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

Posted in Uncategorized

ઝવેરી પંચના ઓબીસી રિપોર્ટનો કેબિનેટમાં સ્વીકાર થતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમુદાય માટે મોટી જાહેરાત કરી ૨૭% અનામત જાહેર થતા જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે સંગઠનના હોદેદારો આગેવાનોને કાર્યકરો સાથે હાજરી આપી ફટાકડા ફોડી મીઠા મોઢા કરીને ઉજવણી કરવામાં આવી.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના જામકા ખાતે ગોપી ગૌ સંવર્ધન ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાયેલ વૈદિક ગર્ભસંસ્કાર દ્રારા ઉત્તમ સંતતિ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત “વૈદિક પરંપરાથી ઉત્તમ ગર્ભ નિર્માણ” સેમીનારનું આયોજન કરાયું જેમાં હાજરી આપી સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.