Posted in Junagadh

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

આજરોજ ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢના બીલખા રોડ પરના પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવેલ, આતકે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવી જે કાર્યક્રમમાં શહેર-જિલ્લાના નાગરિકો સહભાગી થયા હતા.

Posted in Keshod

14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલી

આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે

મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધુ ઘરો પર લહેરાશે ત્રિરંગો, 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાનારા આ અભિયાન અંતર્ગત આજરોજ મારી ઓફિસ k.c.c. “ક્રિષ્ના આર્કેડ” ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો, આગેવાનો અને orbit classes ના વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં રાષ્ટ્રભાવના સંકલ્પ સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્ર ભાવના વ્યકત કરી.

#HarGharTiranga

#AjadiKaAmritMahotsav

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ

Posted in Junagadh

સખી દાતાર ના સાનિધ્યે

આજરોજ દાતાર પર્વત પર બિરાજતા સખી દાતાર ના સાનિધ્યે પ્રશિક્ષણ વર્ગ માં આવલા પ્રદેશ સંગઠનના આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો સાથે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો..

જય ગીરનારી…🙏

Posted in Junagadh

ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે

આજરોજ ભવનાથ સ્થિત ભવનાથ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગના વાલી ડો.ભરત બોઘરા, રાજકોટના પ્રભારી શ્રી ધવલભાઈ દવે, મનનભાઈ દાણી સાથે ઊપસ્થિત રહી દેવાધિદેવ ભવનાથ મહાદેવનું પુજન અર્ચન કરી જન સુખાકારી અર્થે પ્રાર્થના કરી.

Posted in Junagadh

ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત

આજરોજ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ ખાતે જામનગર, દેવભુમી દ્વારકા,રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ,પોરબંદર,અને દીવ,જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ઓનો શરૂ થયેલ પ્રશિક્ષણ વર્ગમાં પધારેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાથે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મુલાકાત લઈ આશ્રમના મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

View Post

Posted in Junagadh

જીલ્લા લીગલ સેલની બેઠક

આજરોજ જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય. “પંડીત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા લીગલ સેલની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો અંગેની કામગીરી સાથે વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.