યુવા ભાજપ મિત્ર મંડળ કેશોદ દ્વારા મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ થતા કેશોદ સોની સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાનનું આયોજન કરવામાં જેમાં ૨૫૮-જેટલા રક્તદાતાઓ એ રકતદાન કેમ્પમાં જોડાયા હતા.એ વેળાએ મા.પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલ સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી જેમાં હાજરી આપી આયોજકોને બિરદાવ્યા બાદ દર્દીનારાયણની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.



































