આજે 14 ઓગસ્ટ “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” પ્રસંગે વિભાજનમાં હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપનનું દર્દ ભોગવનાર લોકોને શ્રધ્ધા સુમન અર્પણ કરવા કેશોદ ખાતે મશાલ અને તિરંગા સાથે મૌન રેલીનું કેશોદ નગર પાલિકા અને સંગઠન ધ્વારા આયોજન કરવામાં આવ્યું . જેમા કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ,જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સાથે કાઉન્સિલર અને પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









