Posted in Mangarol

“આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે

બિપરજોય વાવાઝોડાને પગલે માંગરોળ તાલુકાનાં રહીજ ખાતે “આપત્તિ વ્યવસ્થાપન સેન્ટર” ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મીઓ સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી, સાથે સેલ્ટર હોમમાં રહેલા આશ્રિતોને ફુડ પેકેટનું વિતરણ કર્યું,

+3

Posted in Junagadh

શ્રી અમીતભાઈ શાહ સાહેબે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા

અરબ સાગરમાં સર્જાયેલા “બિપરજોય” ચક્રવાતને પહોંચીવળવા. કેન્દ્રીય ગૃહ પ્રધાન તેમજ સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જીલ્લા વહીવટી તંત્ર,ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ,સદસ્યો સાથે હાજર રહી કેશોદ તાલુકા સેવા સદન ખાતે માર્ગદર્શન મેળવ્યું.

+5

Posted in Keshod

બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી

સંભવીત બિપરજોય વાવાઝોડાને પગલે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ઘેડ પંથકમાં આવતા પાણીના વહેણ નું સ્થળ નિરીક્ષણ કરી બાલગામ ગ્રામ પંચાયત ખાતે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જિલ્લા વહીવટી તંત્ર, ધારાસભ્યો, સ્થાનીક આગેવાન કાર્યકર્તાઓ, સાથે મુલાકાત કરી સંભવિત “બિપરજોય” વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચનાઓ આપી પરિસ્થિતી નો તાગ મેળવ્યો

+2

Posted in Junagadh

વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે સરકારશ્રીના વિવિઘ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાર્ટીના હોદ્દેદારો,ધારાસભ્ય અને મેયર જોડે વાવાઝોડા સંભવિત સ્થળની પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે રીવ્યુ બેઠેક કરી જરૂરી સુચનો કર્યા હતા.

+2

Posted in Mangarol

સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી

બિપોરજોય વાવાઝોડાને પગલે આજરોજ માંગરોળ સર્કિટ હાઉસ ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાહેબે ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ધારાસભ્યો, સહકારી આગેવાનો સાથે બેઠક યોજી સંભવિત બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ આગોતરાં આયોજન અંગે જરુરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું જેમાં હાજર રહેલ.

+4

Posted in Mangarol

સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી,

બિપોરજોય વાવાઝોડાને પગલે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ જિલ્લા વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો, જીલ્લા/તાલુકા પંચાયતના આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે બેઠક કરી, સંભવિત બિપરજોય વાવાઝોડાથી થનાર નુકસાનને નિવારવા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જરૂરી સૂચન આપ્યું.

+4

Posted in Mangarol

“ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે

બિપોરજોય સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળના લોએજ ખાતે આવેલા “ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ” (મલ્ટી પર્પોઝ સાયકલોન સેન્ટર) ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) એ વહીવટી તંત્ર , સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સરપંચો આગેવાનો સ્થાનીક આગેવાનો સાથે સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને જાળવવા સૂચનો કર્યા જેમાં સાથે રહી માર્ગદર્શન આપેલ.

+2

Posted in Chorvad

સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે

સંભવિત “બિપરજોય” વાવાઝોડાને પગલે ચોરવાડ બંદર હોલીડે કેમ્પ ખાતે મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે હાજર રહી જીલ્લા વહીવટી તંત્ર, સહકારી આગેવાનો પાર્ટીનાં હોદ્દેદારો સ્થાનીક આગેવાનોને સાથે રાખી બેઠક કરી પ્રભાવીત બંદર સ્થળ મુલાકાત કરી, સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપેલ.

+4

Posted in Junagadh

સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાત પહોંચીવળવા મુખ્ય મંત્રીની સૂચના અન્વયે રાજયના મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે જુનાગઢ જિલ્લાના માંગરોલ માળીયા હા.તાલુકાના આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી સોલ્ટર સેન્ટર હોમ ખાતે નિરીક્ષણ કરી જરૂરી તાગ મેળવ્યા બાદ જીલ્લા કલેકટર કચેરી સાવચેતીના પગલા લેવા સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને એનજીઓ જોડે સ્થાનીક પરિસ્થિતી અંગે વાકેફ કરી વૈકલ્પીક વ્યવસ્થા અંગે જરૂરી સુચનો કર્યા હતા.

+3

Posted in Uncategorized

જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સ

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પહોંચીવળવા આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા), જીલ્લા વહીવટી તંત્ર સાથે હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.

+3