Posted in Junagadh

શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ

“જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ” નો નારો જેના બલિદાન થકી પ્રચલિત થયો એમના આંદોલન ને કારણે આજે કાશ્મીર હિન્દુસ્તાન નો અભિન્ન અંગ રહ્યું છે તેવા જનસંઘ ના સ્થાપક શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી એમને શત શત વંદન કર્યા.

Posted in Junagadh

ડુંગરપુર બુથ નંબર-3 ખાતે ઘરે ઘરે જઈ જન સંપર્ક કરી સ્ટીકર લગાડી

“જન સંપર્ક”થી “જન સમર્થન”

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના “૯” વર્ષ પૂર્ણ થવાના અવસરે જુનાગઢ જિલ્લા નાં ૮૭.વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-3 ખાતે ઘરે ઘરે જઈ જન સંપર્ક કરી સ્ટીકર લગાડી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર પત્રિકાઓનું વિતરણ કરી, 9090902024 ઉપર સૌકોઇએ મિસકોલ કરી મોદીજી ને સમર્થન આપેલ.

+7