Posted in Talala

સાસણ “સિંહ સદન” ખાતે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર સાથે બેઠક કરી,

બિપરજોય વાવાઝોડાના સંકટ બાદ પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના ને ઘ્યાને લઈ આજરોજ રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) સાથે સાસણ “સિંહ સદન” ખાતે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર સાથે બેઠક કરી, વન્ય જીવ સૃષ્ટિની સલામતી અંગે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો.

+5

Posted in Junagadh

“ભવનાથ મહાદેવ” નું પૂજન અર્ચન કરી ગાંધીનગર જવા પ્રસ્થાન કરેલ.

બિપરજોય ચક્રવાત અંતર્ગત ગુજરાત રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ સતત પાંચ દિવસ જુનાગઢ જિલ્લામાં રહીને વહીવટી તંત્રને કાર્યકર્તાઓને સાથે રાખી અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી સતત માર્ગદર્શન આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે આજે તેઓએ ભવનાથ સ્થિત “ભવનાથ મહાદેવ” નું પૂજન અર્ચન કરી ગાંધીનગર જવા પ્રસ્થાન કરેલ.

+2