બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)એ જિલ્લા વહીવટી તંત્રની સાથે રહી જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવનની મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર પર કોલ કરી સરપંચો, કર્મચારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સૂચનો કર્યા હતા, એ વેળાએ આપત્તિ સમયે ફૂડ પેકેટ તૈયાર કરી સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓને બિરદાવી હતી.




