આજરોજ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી. કે. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ આટકોટ ખાતે નવ નિર્મિત હૃદય રોગ વિભાગ (કેથલેબ) તેમજ બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં હાજરી આપી લોકસેવા અર્થે યોજાયેલ કાર્યક્રમનો શાક્ષી બન્યો.




