ઓડિશામાં થયેલ રેલ્વે દુર્ઘટનામા ૨૮૦ લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત બિલ્ડીંગ ના લોકાર્પણ કાર્યકમ પૂર્વ મૃતકોના દિવંગત આત્માની શાંતિ અર્થે ૨ મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.



