આજરોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલ “ધી.જૂનાગઢ જિલ્લા સહકારી” બેંક લી. ની શાખા ખાતે મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેસી બેંકની સુચારુ કામગીરી અંગે માર્ગદર્શન આપેલ.



Boost t
આજ તા-૨૦ એપ્રિલના રોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકા તેમજ શહેર/જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૮૨-રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું જેમાં એકઠું થયેલ રક્તથી મારી રક્ત તુલા કરવામાં આવી એ બદલ તાલુકા તેમજ શહેર-જિલ્લા યુવા મોરચા તેમજ સંગઠનના કાર્યકરો અને સર્વે રક્તદાતા ઓનો હું હર હંમેશ રૂણી રહીશ.





આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાલ ભવન ખાતે સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત જીલ્લા મોરાચાઓ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ની બેઠક યોજાઈ. જેમાં બાકી રહેલ કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ-ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ તેમજ સરલ એપ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટી દ્વારા સૂચવેલા આગામી કાર્યક્રમ વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.




