Posted in Bhesan

ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠકનું આયોજન

બુથ સશક્તિકરણ અભિયાન અને સોશિયલ મીડિયા ડ્રાઈવ અંતર્ગત આજે જુનાગઢ તાલુકાના ભેસાણ ખાતે સોશિયલ મીડિયા ડ્રાઇવ માટે બેઠકનું આયોજન કરાયું જેમાં હાજરી આપી twitter-facebook- instagram અને saral aap સહિતના એકાઉન્ટ ઇન્સ્ટોલેશન કરાવી પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે જરૂરી માર્ગદર્શન આપેલ.

+6

Posted in Bhesan

ભેસાણ ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે મુલાકાત

આજરોજ ભેસાણ ખાતે આવેલ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.ની શાખા ખાતે મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેંકની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું

આજ તા-૨૦ એપ્રિલના રોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકા તેમજ શહેર/જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા “મહા રક્તદાન” કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૮૨-રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું જેમાં એકઠું થયેલ રક્તથી મારી રક્ત તુલા કરવામાં આવી એ બદલ તાલુકા તેમજ શહેર-જિલ્લા યુવા મોરચા તેમજ સંગઠનના કાર્યકરો અને સર્વે રક્તદાતા ઓનો હું હર હંમેશ રૂણી રહીશ.

+5