Posted in Junagadh

‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,

આજરોજ વંથલી તાલુકાના નરેડી ખાતે યુવા મોરચાના કારોબારી સભ્ય જયદીપ બરવાડીયાના નિવાસ સ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો ૧૦૦ મી ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયો,જેમાં પ્રધામંત્રીશ્રી દ્વારા દેશવાસીઓને ‘મન કી બાત’ ના માધ્યમથી ઐતિહાસિક સંબોધન કરેલ જે સાંભળવાનો અવસર મળેલ.

+5

Posted in Uncategorized

શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહેલ.

આજરોજ વંથલી તાલુકાના સાંતલપુર ગામે નવનિર્મિત શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+11

Posted in Junagadh

જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે જીલ્લા મોરચા પ્રમુખ પ્રભારી સાથે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી આગામી મન કી બાતના ૧૦૦ મા એપિસોડ સંદર્ભે જિલ્લાના તમામ બુથો પર પ્રદેશનાં સૂચન મુજબ કાર્યક્રમનાં આયોજન અંગે માહિતી આપી.

+2

Posted in Gandhinagar

GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક

આજ તા.૨૯ એપ્રિલના રોજ ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લી.ખાતે GSC. બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે હાજરી આપી આગામી સમયમાં ટેકનોલોજીથી બેંકનું આધુનિકરણની સાથે સ્ટાફ ડિસિપ્લિન તેમજ બેંકને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી હતી.

Posted in Junagadh

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા

‘બૂથ સશક્તિકરણ અભિયાન 2023’ અને સોશિયલ મીડિયા વર્કશોપ કાર્યશાળા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ જૂનાગઢ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર સ્તરની ટીમનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો જેમાં અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે હાજરી આપી,સોશીયલ મીડીયા અંગે જરૂરી માર્ગદર્શન મેળવેલ.

+14

Posted in Junagadh

સાવજ ડેરી ખાતે શ્રી સી.આર.પાટીલ સાહેબ, રતનાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું

આજરોજ શ્રી સાવજ જૂનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે નવનિર્મિત ઓફિસનું પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રતનાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું જે વેળાએ સાથે રહી હાજરી આપી.

+3

Posted in Junagadh

માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં બિનહરીફ રીતે ચેરમેન તરીકે કેવલભાઈ ચોવટીયા અને વાઈસ ચેરમેન માટે પ્રવીણભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી. જેમાં હાજર રહી મીઠું મોઢું કરાવી માર્કેટિંગ યાર્ડ ઉતરોતર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી.

+9

Posted in Maliya

“માતા રામબાઈ આંબેડકર સમુહ લગ્નોત્સવ સમિતિ” માળીયા હાટીના તાલુકા ખાતે યોજાયેલ પાંચમાં સમુહ લગ્ન પ્રસંગે

આજરોજ પાણીધ્રા ખાતે “માતા રામબાઈ આંબેડકર સમુહ લગ્નોત્સવ સમિતિ” માળીયા હાટીના તાલુકા ખાતે યોજાયેલ પાંચમાં સમુહ લગ્ન પ્રસંગે હાજરી આપી પ્રભુતામાં પગલાં માંડનાર ૧૫- નવ દંપતીને સુખી દામ્પત્ય જીવન ની શુભેચ્છાઓ આપેલ.

+7

Posted in Uncategorized

સોમનાથ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે હાજરી

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે હાજરી આપી સોમનાથ દાદાના ચરણે શીશ નમાવી સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક પ્રોગ્રામ માં હાજર રહી કાર્યકમ માણ્યો.

+14

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જુનાગઢ તાલુકાના અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક મળી જેમાં હાજર રહીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના આગામી પ્રવાસ કાર્યક્રમના આયોજન તેમજ સોશીયલ મીડીયા ડ્રાઇવ અંતર્ગતના અધૂરું કામ ઝડપથી પુર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.

+9