Posted in Junagadh

ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.

+6

Posted in Junagadh

અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ

આજરોજ ખડિયા નજીક આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા, આ યુવા મતદાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મતાધિકાર અને સરકારશ્રી દ્વારા યુવા વિદ્યાર્થીઓને મળતા લાભો અંગેની માહિતી અંગે આદાન પ્રદાન કરેલ.

+11

Posted in Junagadh

ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે

જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતર દ્વારા ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ મધ્યસ્થ કાર્યાલય ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી જેમની સાથે હાજરી આપી. મુલાકાત દરમિયાન કાર્યાલય ખાતે થતી લોકસેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી એ વેળાના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+5

Posted in Junagadh

ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ

આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.