આજરોજ શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત ખેડૂત નેતા પૂ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યતિ ભવ્ય જાજરમાન “લાગણીના વાવેતર” સાતમા શાહી સમુહ લગ્નોત્સવ અંતર્ગત શ્રી જયેશભાઈ રાદડીયા દ્વારા કરાયેલા આયોજનમાં હાજરી આપી.





આજરોજ જુનાગઢ ના ડુંગરપુર ગામે પશુ- પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળ ખાતે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી શ્રી ડો.ભાગવત કરાડ ના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, સાથે છેવાડાના અને મધ્યમ વર્ગના લોકોને કેવીરીતે લાભ મળે તેવી માહિતી આપી હતી. જેમાં હાજરી આપી સહભાગી થયો હતો.





આજરોજ ખડિયા નજીક આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં યુવા મતદારો સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં યુવાન ભાઈ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા, આ યુવા મતદાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મતાધિકાર અને સરકારશ્રી દ્વારા યુવા વિદ્યાર્થીઓને મળતા લાભો અંગેની માહિતી અંગે આદાન પ્રદાન કરેલ.





આજરોજ જૂનાગઢ તાલુકાના જામકા ગામે “શ્રી ગોપી ગીર ગૌ સંવર્ધન ટ્રસ્ટ” ખાતે કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર શ્રી ડો. ભાગવત કરાડ સાહેબની ઉપસ્થિતિમાં ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના સહયોગથી પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં હાજરી આપી પ્રગતીશીલ ખેડૂતોનું સન્માન કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કૃષિ લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ.
















આજરોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે આવેલ. સ્વ.શ્રી એમ જે ઝાલા સા. મંડળ સંચાલિત માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળા ખાતે શાળામાં અભ્યાસ કરી યશસ્વી સ્થાન પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના વર્તમાન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું બહુમાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.





ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ક્ષમા મહાશિવરાત્રી મેળા માં “મહાશિવરાત્રી”ના પાવન દિવસે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે ભવનાથ દાદાના દર્શન કરી પૂજન અર્ચ કરી ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ મેળવી ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાને અભિષેક પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી.






















આજરોજ જૂનાગઢ જીલ્લા સહકારી બેંક ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો બેંક મારફત મધ્યમ મુદતે ધિરાણ મેળવે એ હેતુસર પ્રયત્ન કરવાની સાથે સોના/ચાંદી તેમજ હાઉસિંગ ધિરાણ શરૂ કરવાની સાથે બેંક આગામી દિવસોમાં વધુમાં વધુ વિકાસ લક્ષી કર્યો કરે એ અર્થે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે બેંકના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.




