Posted in Junagadh

૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં

૮૬- જૂનાગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ બેઠક ના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા ના સમર્થન માં જૂનાગઢ ખાતે સિંગદાણા એસોસિએશન વેપારી મંડળ,શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના વેપારી ભાઈઓ સાથે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજય વર્ગીય સાથે હાજરી આપી,૮૬-જૂનાગઢ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફી બહુમતીથી મતદાન કરવા અપીલ કરી જેમાં તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું.

Share

Posted in Bhesan

શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબે હર્ષદભાઈ રીબડીયા નું ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવ્યો,

આજ તા ૧૮ નવેમ્બરના રોજ ભેસાણ ખાતે ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી અને ગુજરાતનું ઘરેણું એવા લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબે ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયા નું ચૂંટણી કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવ્યો, જેમાં હાજરી આપી.

Posted in Visavadar

પ્રેમપરા સ્થિત પટેલ સમાજવાડી ખાતે જાહેર સભા યોજાઈ જેમાં હાજરી આપી.

૮૭-વિસાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાના સમર્થનમાં આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા સ્થિત પટેલ સમાજવાડી ખાતે જાહેર સભા યોજાઈ જેમાં હાજરી આપી, સભામાં પ્રેમપરાના સર્વે ગ્રામજનો, પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી, પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.

Posted in Bhesan

પરષોત્તમ રૂપાલા સાહેબ નું ભેસાણ હેલિપેડ ખાતે સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી લોકલાડીલા નેતા માનનીય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ ૮૭ – વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ ખાતે યોજાનાર જાહેર સભા અને ચૂંટણી કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે પધારતા ભેસાણ હેલિપેડ ખાતે સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી

આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.

Boost again