આજરોજ ૮૮-કેશોદ વિધાનસભાની સંગઠન બેઠક શ્રી પાનદેવ લેઉઆ પટેલ સમાજ કેશોદ ખાતે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,કેશોદ વિધાનસભાના સીટનાં ઇન્ચાર્જ વિજય કોરાટની ઉપસ્થિતીમાં યોજાઇ, જેમાં સીનીયર આગેવાનો, અપેક્ષીત કાર્યકર્તાઓ તેમજ પાર્ટીનાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી,આગામી ગુજરાત ગૌરવ યાત્રાના રૂટના આયોજન સાથે વિધાનસભા ચૂંટણી અંતર્ગત સંગઠનને વધુ મજબુત બનાવવા જરૂરી માર્ગદર્શન આપેલ.









