આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી જૂનાગઢના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે જુનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના આગેવાનો પૂર્વ ધારાસભ્યો, સિનિયર આગેવાનો, કાર્યકરોની બેઠક મળી જે બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જુનાગઢ જીલ્લા ના સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે હાજરી આપી, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંતર્ગત સુચારુ આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.




































