Posted in Visavadar

વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

આજરોજ વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી એમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને સુચન કરેલ સાથે આગમી ૨૪.૨૫ એપ્રિલના રોજ ઝોન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા નાં વિસાવદર વિધાનસભા વિસ્તારના પ્રવાસ અંતર્ગત આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી.

આજરોજ વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સત્કુંડી યજ્ઞ ધર્મ મહોત્સવના પાવન અવસરે હાજરી આપી ધર્મોત્સવનો લાભ લીધો.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો.

આજ તા.૨૧ એપ્રિલના રોજ જૂનાગઢ તાલુકાના બાદલપુર ખાતે સ્વ. ધીરુભાઈ નારણભાઈ કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાજ્ઞાનયજ્ઞમાં ખોડલધામ નાં ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી પરિવારના નિમંત્રણને માન આપી સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે હાજર રહી વક્તા શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ના મુખેથી કથાનું રસપાન કરવાનો લાહ્વો મળ્યો એ વેળાએ એમને રાધે કૃષ્ણ ની મૂર્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

Posted in Junagadh

ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરનાર પર્વત પર બિરાજમાન માં અંબા ના દર્શન.

આજ ૭ એપ્રીલના રોજ ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે ગીરીવર ગીરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબા ના દર્શન કરવાં નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાયો.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટીના ૪૨ માં સ્થાપના દીન નિમિતે ભાજપ નો ધ્વજ લહેરાવી ઉજવણી.

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે પાર્ટીના ૪૨ માં સ્થાપના દીન નિમિતે ભાજપ નો ધ્વજ લહેરાવી સ્થાપના દિનની ઉજવણી કરી સ્થાપના દિન નિમિત્તે દરેક સાથી કાર્યકર્તાઓને ખુબ ખુબ શુભેચ્છા.

વંદે માતરમ્.

ભારત માતાકી જય.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આજરોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તાર વિસાવદર તાલુકાના લેરિયા ગામ ખાતે ભગવનબાપા બાપા ડોબરીયાના પરિવારના પિતૃ મોક્ષાર્થે આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” કથામાં પાંચમા દિવસે ડોબરીયા પરિવારના આમંત્રણને માન આપી કથામાં હાજરી આપી કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Vanthali

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના સક્રિય કાર્યકર્તા સંમેલન તથા સક્રિય સભ્ય કાર્ડ વિતરણ સમારોહમાં હાજરી આપી.

આજ તા ૫.એપ્રીલના રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના સક્રિય કાર્યકર્તા સંમેલન તથા સક્રિય સભ્ય કાર્ડ વિતરણ સમારોહ વંથલી તાલુકાના ખોખરડા ફાટક પાસે આવેલ સાવજ ડેરી ખાતે સંગઠન પ્રભારી ધવલભાઈ દવે ઉપસ્થિતિ માં યોજાયું જેમાં જિલ્લાના હોદ્દેદારો અને સીનીયર આગેવાનો સાથે હાજરી આપી કાર્યકર્તાઓને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કરવામાં આવ્યા જેમાં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપૂર ગ્રામ પંચાયત દ્વારા, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન બનવા બદલ સન્માન કરવામાં આવ્યું

આજરોજ મારી કર્મ ભૂમિ જૂનાગઢ તાલુકાના પાતાપૂર ગામ ખાતે પાતાપુર ગ્રામ પંચાયત દ્વારા, ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક ના ચેરમેન બનવા બદલ પાતાપુર ગામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો અગ્રણીઓ, આગેવાનો અને માતાઓ બહેનો અને બાળકો દ્વારા મારું અદકેરું સન્માન કરવામાં આવ્યું તે બદલ હું સર્વે નો ઋણી રહીશ.

Posted in Junagadh

પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખશ્રીઓની બેઠક મળી.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જીલ્લા હોદ્દેદારો અને મંડલ પ્રમુખ શ્રીઓની બેઠક મળી જેમાં આગામી 5-એપ્રિલના રોજ યોજાનાર “સક્રિય સભ્ય સંમેલન”ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી જેમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Other City

વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની પેટા શાખા વેરાવળ જિલ્લા સહકારી બેંક ના નવનિર્માણ સ્થળ મુલાકાત.

આજ તા.૧ એપ્રીલ ના રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની પેટા શાખા વેરાવળ જિલ્લા સહકારી બેંક ના નવ નિર્માણ થતા બિલ્ડીંગની સ્થળ મુલાકાત લીધી. સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.