Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરી ખાતે ૬૮ કિલોવોટ સોલાર રૂફ્ટોપનું લોકાર્પણ.

આજરોજ જૂનાગઢ જીલ્લા પંચાયત કચેરી ખાતે ૬૮ કિલોવોટ સોલાર રૂફ્ટોપનું લોકાર્પણ માન.રાજ્ય પંચાયત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર મંત્રી શ્રી બ્રિજેશ મેરજાનાં હસ્તે કરવામાં આવ્યું જેમાં હાજરી આપી.

Posted in Other City

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામ ખાતે ગ્રામ પંચાયતના સોપાનો ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી.

આજરોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાજડીયાળી ગામ ખાતે પરેશભાઇ ગોવિંદભાઇ રાણપરીયા, લેઉવા પટેલ સમાજ નામકરણ વિધિ સાથે સહકારી મંડળીઓ તેમજ ગ્રામ પંચાયત દ્વારા નિર્માણ પામેલા વિવિધ સોપાનો ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી, સાથે યથા યોગ્ય અનુદાન આપેલ એ વેળાએ સેવા સહકારી મંડળીનાં ગોડાઉનની લોકાર્પણ વિધિ કરેલ.

Posted in Other City

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવ નિર્માણ પામેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આરંભ પ્રસંગે હાજરી આપી.

આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવ નિર્માણ પામેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના આરંભ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ નાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાથે હાજરી આપી.