Posted in Visavadar

વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું.

આજરોજ વિસાવદર ખાતે તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળાનું આયોજન થયું જેમાં આરોગ્ય લક્ષી તમામ રોગોના નિદાન અને સારવાર કરવામાં આવી જેમાં જરૂરીયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો આ તકે ઉપસ્થીત રહી સરકારશ્રીની આરોગ્ય લક્ષી તમામ સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તેનું માર્ગદર્શન સાથે પોષણ લક્ષી કિટનું વિતરણ કરેલ.

Posted in Junagadh

તાલુકાના બીલખા ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું.

જૂનાગઢ તાલુકાના બીલખા ખાતે જન જનની આરોગ્ય સુખાકારી કાજે શરૂ થયેલા અભિયાનને લઈને સરકારી હોસ્પિટલ બિલખા ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા લોકો ને તપાસવામાં આવ્યા સાથે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી તે વેળાએ હાજરી આપી સરકારશ્રીના આ આયોજન ને આગળ ધપાવ્યું હતું.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

આજરોજ વિસાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થીત રહી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી એમના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને સુચન કરેલ સાથે આગમી ૨૪.૨૫ એપ્રિલના રોજ ઝોન મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા નાં વિસાવદર વિધાનસભા વિસ્તારના પ્રવાસ અંતર્ગત આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી.

આજરોજ વિસાવદર તાલુકાના પીયાવા ગીર ખાતે યોજાયેલ સંત શ્રી વેલનાથ બાપુના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલ સત્કુંડી યજ્ઞ ધર્મ મહોત્સવના પાવન અવસરે હાજરી આપી ધર્મોત્સવનો લાભ લીધો.