Posted in Bhesan

ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામ ખાતે ટિફિન બેઠક યોજાઈ.

આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામ ખાતે ભેસાણ તાલુકા સંગઠન ના કાર્યકરો અને હોદ્દેદારો જોડે ટિફિન બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહી આગામી વિધાનસભા ચૂંટણીના આયોજન ને લઈ સંગઠન ના માળખાને વધુ મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત ભવન કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આજ તા.૧૯.૦૩.૨૦૨૨ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે ચાલી રહેલ નવનિર્મિત કૃષિ ભવન સહિત વિકાસલક્ષી કામગીરી તેમજ રીનોવેશન થઈ રહેલા શેડના કામનું સ્થળ નિરીક્ષણ કર્યું, સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે મુલાકાત લીધી.

આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચાલી રહેલ ચાણાની ખરીદીના કેન્દ્ર ખાતે મુલાકાત લીધી, એ વેળાએ યાર્ડ ખાતે પોતાના ચણા લાવનાર ખેડૂતો સાથે મુલાકાત કરી.

Posted in Junagadh

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ.

આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સૂપોષણ અભ્યાન નો પ્રારંભ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે આંગણવાડી નાના બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ,સાથે બાળકો ને પોષણ યુક્ત આહાર સાથે બેસીને જમાડ્યો,જૂનાગઢ જિલ્લામાં કોઈ બાળકો કુપોષિતના રહે એવી નેમ સાથે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા ના કાર્યકર્તાઓ એ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાહેબના જન્મદિન ની ઉજવણી કરી જે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ ખાતે કનકેશ્વરી મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ જાની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

મઘ્યગીર માં બિરાજીતા શ્રી કનકાઈ માતાજીના મંદીર ખાતે માતાજી ના દર્શન અને પૂજન-અર્ચન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

આજરોજ મઘ્યગીર માં બિરાજીતા શ્રી કનકાઈ માતાજીના મંદીર ખાતે માતાજી ના દર્શન અને પૂજન-અર્ચન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો, એ વેળાએ “શ્રી કનકાઈ માતાજી” મંદિર ટ્રસ્ટ દ્વારા મારુ અદકેરું સન્માન કરવામાં આવ્યું, જે બદલ એમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છુ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શરૂ થનાર સુપોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી ૧૬મી માર્ચ ના રોજ શરૂ થનાર સુપોષણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ જેમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Gandhinagar

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું ભવ્ય સ્વાગત.

આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી નું જૂનાગઢ જિલ્લા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કરેલ.

Posted in Gandhinagar

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું માર્ગદર્શન મેળવ્યુ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી ખૂબ ઉપયોગી માર્ગદર્શન મેળવ્યુ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી.

આજ તા. ૯.૩.૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં આવનારા દિવસોમાં યોજાનાર કાર્યક્રમોના આયોજનને લઇને ચર્ચા કરવામાં આવી, આ બેઠકમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપેલ.