આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત જુનાગઢ દ્રારા આયોજીત જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી, જેમાં બગડુ સહિત આસપાસના વિસ્તારના પશુપાલકોએ શિબિર નો લાભ લીધો હતો. આ શિબિરમાં પશુ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું, જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ.











