આજરોજ પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે શાકભાજી અને ફળો ની “ઓર્ગેનિક” પ્રાકૃતિક રીતે ખેતી કરતા હિતેશભાઈ દોમડીયાની વાડીની મુલાકાત લીધી જેમાં પપૈયા, દાડમ, સેરડી, મોસંબી, સાથે વિવિધ શાકભાજી ના ઉભા પાકનું જાત નીરક્ષણ કર્યું. ખરા અર્થમાં કહીએ તો આપણા બધાના સ્વાસ્થ્ય માટે આવનારા સમયમાં આ પ્રાકૃતિક ખેતી ખૂબજ ઉપયોગી નીવડશે.

















































































































