Posted in Junagadh

સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન,પ્રવાસન મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે ભવનાથ મંદિર ખાતે પૂજન-અર્ચન.

જૂનાગઢ ખાતે યોજાતા મહા શિવરાત્રી મેળાના ધ્વજારોહણ બાદ બીજા દિવસે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી, અરવિંદભાઈ રૈયાણી સાથે ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના ચરણોમાં શિશ ઝૂકાવી મહાશિવરાત્રી મેળો વિના વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે પૂજન-અર્ચન કરી સર્વેના સુખાકારી માટે પ્રાથના કરી.

Posted in Junagadh

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદ પ્રવાસ કાર્યક્રમના ઉપસ્થિત.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધા સંવાદ પ્રવાસ કાર્યક્રમના આયોજન ના બીજા દિવસે ડુંગરપુર જીલ્લા પંચાયત સીટમાં ડો.સુભાષ હાઈસ્કુલ ડુંગરપુર ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા જેના સત્વરે ઉકેલ લાવવા પ્રયત્નો કરવા આશ્વાસન આપેલ જેમાં ઉપસ્થિત રહ્યો.

Posted in Junagadh

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ ખાતે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો ગરીબ લાભાર્થી ઓને સીધો લાભ આપવામાં આવ્યો.

આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ ખાતે સરકારશ્રીના વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જેમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો ગરીબ લાભાર્થી ઓને સીધો લાભ આપવામાં આવ્યો,જે કાર્યક્રમ માં હાજરી આપી સહભાગી બન્યો.

Posted in Junagadh

ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

ગિરનારની પાવન ભૂમિમાં ચાલતા “જીવ અને શિવના” મિલન સમા મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ મંદિરના મહંત શ્રી હરીગીરી મહારાજ સાથે મેળા સંદર્ભે ચર્ચા-વિચારણા કરી મેળા દરમિયાન આવનારા ભાવિક ભક્તો ને કોઈપણ જાતની અસુવિધા ન થાય તે બાબતે ચર્ચા-વિચારણા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપેલ,એ વેળાએ સંતોના આશીર્વાદ મેળવ્યા.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના મજેવડી જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

આજરોજ જૂનાગઢ જિલ્લાના લોક લાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ના બીજા દિવસના પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના મજેવડી જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે મજેવડી ગામે રામવાડી ખાતે સીધો સંવાદ કર્યો જેમાં સ્થાનિક કાર્યકર્તાઓ ની ઉપસ્થતિમાં એમના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિવારણ આવે તેવા પ્રયત્નો કરેલ,જેમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો “સંવાદ કાર્યક્રમ” ના બીજા દિવસે જૂનાગઢ તાલુકાના વડાલ જીલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે કાર્યક્રમ પહેલા વડાલ ટાવર ચોક ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો અને એમના દ્વારા અપાયેલા પ્રશ્નો નું ઝડપ ભેર નિવારણ આવે તેવું આશ્વાસન આપેલ, જે કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે શાકભાજી અને ફળો ની “ઓર્ગેનિક” ખેતીની મુલાકાત લીધી.

આજરોજ પ્રવાસ દરમ્યાન જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે શાકભાજી અને ફળો ની “ઓર્ગેનિક” પ્રાકૃતિક રીતે ખેતી કરતા હિતેશભાઈ દોમડીયાની વાડીની મુલાકાત લીધી જેમાં પપૈયા, દાડમ, સેરડી, મોસંબી, સાથે વિવિધ શાકભાજી ના ઉભા પાકનું જાત નીરક્ષણ કર્યું. ખરા અર્થમાં કહીએ તો આપણા બધાના સ્વાસ્થ્ય માટે આવનારા સમયમાં આ પ્રાકૃતિક ખેતી ખૂબજ ઉપયોગી નીવડશે.

Posted in Junagadh

મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

આજરોજ ભોજલરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રી લેઉવા પટેલ સમાજ ભવનાથ એવમ્ શ્રી ખોડલધામ સમિતિ-જૂનાગઢ દ્વારા સંચાલિત મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી સાથે હાજર રહી અન્નશ્રેત્ર ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

Posted in Junagadh

ભાજપના કાર્યકર દ્વારા પોતાના ધંધા નું નવું એકમ શરૂ કરતા શુભકામનાઓ પાઠવી હતી.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના શારદા નગર ખાતે ભાજપના કાર્યકર પ્રકાશભાઈ વાઘેલા દ્વારા ગુરુકૃપા ટ્રેડર્સ નામે પોતાના ધંધા નું નવું એકમ શરૂ કરતા જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું જે વેળાએ હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી.