Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાન્ચ જૂનાગઢ ખાતે યુગપુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે બેંકના સ્ટાફ દ્વારા સમૂહ વંદે માતરમ ગાન નું આયોજન કરાયું હતું.

આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક મેઈન બ્રાન્ચ જૂનાગઢ ખાતે યુગપુરુષ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે બેંકના સ્ટાફ દ્વારા સમૂહ વંદે માતરમ ગાન નું આયોજન કરાયું હતું જેમાં જોડાઈને રાષ્ટ્ર વીરોને વિરાંજલી આપી હતી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજવામાં આવ્યો.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની સરકારનાઆ કૃત્ય ને વખોડવા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજવામાં આવ્યો.જેમાં જોડાઈને માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના શતાયુ થાય તેવી પ્રાર્થના કરી.

Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી.

આજરોજ જૂનાગઢ જીલ્લા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી,જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરેલી. આતકે લોકો ના પ્રશ્નો અને રજુઆતો સાંભળી તેઓના પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી સુચનાઓ આપી તમામ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો કરેલા.

Posted in Junagadh

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લાના તમામ મોરચાના પદાધિકારીઓ અને ટીમ મેમ્બર્સની બેઠક મળી હતી.

આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે જિલ્લાના તમામ મોરચાના પદાધિકારીઓ અને ટીમ મેમ્બર્સની બેઠક મળી હતી,જેમાં ઉપસ્થિત રહી.પાર્ટી દ્વાર સૂચવેલા કાર્યોને સત્વરે પૂર્ણ કરવાની સાથે સંગઠન ના માળખાને વધુ મજબૂત કરવા માટેની સૂચના આપવામાં આવી.

Posted in Junagadh

માળીયા તાલુકાના ગડુ ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત.

આજરોજ માળીયા તાલુકાના ગડુ ગ્રામ પંચાયતના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચ સહિત આગેવાનો સાથે જૂનાગઢ જીલ્લા કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી ખાતે માંગરોલ તાલુકાના જરિયાવાડા ગામના અરજદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે માંગરોલ તાલુકાના જરિયાવાડા ગામના અરજદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી એમની રજૂઆત અંગેના નિરાકરણ જરૂરી પ્રયત્નો કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના પીરવડ ગામના નવનિયુકત સરપંચ સહિત આગેવાનો કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડીત દીનદયાલ ભવન ખાતે વિસાવદર તાલુકાના પીરવડ ગામના નવનિયુકત સરપંચ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય પર મારા મિત્ર અને જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી ઋષી વેકરિયા સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય પર મારા મિત્ર અને જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રભારી શ્રી ઋષી વેકરિયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

દેવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થિઓને કોરોના વેક્સિનેશન અંગેની કામગીરી ને વેગ આપ્યો.

રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શાળા એ જતા બાળકો અને શાળા એ ન જતા તમામ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા આવરી લેવામાં આવનાર છે અને કોરોના રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે મારી સ્કૂલ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ ખાતે ૫.જાન્યુઆરીથી સ્‍કુલના વિદ્યાર્થિઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બધા ટ્રસ્ટી સાથે હાજરી આપી સરકારની વેક્સિનેશન અંગેની કામગીરી ને વેગ આપ્યો.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના નવી ચાવંડ ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુકત સરપંચશ્રી સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી.

જૂનાગઢ ઓફિસ ખાતે આજરોજ વિસાવદર તાલુકાના નવી ચાવંડ ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુકત સરપંચશ્રી સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.