રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શાળા એ જતા બાળકો અને શાળા એ ન જતા તમામ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા આવરી લેવામાં આવનાર છે અને કોરોના રસી આપવામાં આવી રહી છે. ત્યારે આજે મારી સ્કૂલ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ ખાતે ૫.જાન્યુઆરીથી સ્કુલના વિદ્યાર્થિઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બધા ટ્રસ્ટી સાથે હાજરી આપી સરકારની વેક્સિનેશન અંગેની કામગીરી ને વેગ આપ્યો.







