આજરોજ તા.૧૪.૦૯.૨૦૨૧ નાં રોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે નાં કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી ની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશ ચુડાસમાં,પુર્વકેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહર ભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,જૂનાગઢ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા,પ્રમુખશ્રીઓ તેમજ પાર્ટીના સંગઠન નાં કાર્યકરો જીલ્લા ભાજપ નાં હોદ્દેદારો અને ચુંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી હતી,જેમાં લોકહિત નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી,આ બેઠક માં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો..










