આજરોજ જીલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર નાં અધિકારીઓ ની સાથે ગુજરાત સરકારનાં પરિવહન,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગ,ના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીજી અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ હતી.જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાં,પુર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,જીલ્લા પંચાયત નાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,જીલ્લા સહકારી બેંકના એમડી.દિનેશભાઈ ખટારીયા,સહિત પદાધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી જે મીટિંગમાં ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા થતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.






