આજરોજ તા. ૦૮/૧૦/૨૦૨૧ નાં રોજ જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં,પ્રથમ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ તથા અંબાજી મંદિર ખાતે પુજન અર્ચન કરીને દોલતપરા થી જન આશિર્વાદ યાત્રા નો પ્રારંભ કરાયો હતો,બાદમાં યાત્રા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી,આ યાત્રા લઈ પધારેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નું સ્વવાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો બાદમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.








