આજરોજ જૂનાગઢ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ કાગવડ ખાતે આયોજન થનારા આગામી કાર્યક્રમ ને લઈને માં ખોડલ નું તેડું લઇ જૂનાગઢ ના આંગણે પધારેલ આ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
Month: September 2021
વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે શહેર ના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી.
આજરોજ વિસાવદર ભાજપ કાર્યાલય ખાતે શહેર ના વોર્ડ નં.1 ની પેટા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપી હતી. બેઠક ની શરૂઆત પંડિત દીનદયાળજીનાં જન્મદિન નિમિતે પંડિતજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બેઠકનો પ્રારંભ કર્યો હતો, બેઠકમાં બહોળી સંખ્યા મા આગેવાન કાર્યકરો એ હાજર રહી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય લીડથી જીતાડવાની ખાતરી આપી હતી.
સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા દરખાસ્ત ને મંજુર કરવા રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી.
સાસણ થી વિસાવદર કાશીયાનેશ સુધી ગીર અભ્યારણ માંથી પસાર થતાં કાચા રસ્તા ને પેવર રોડ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકાર પાસે થી માંગેલી દરખાસ્ત ને મંજુર કરવા માટે જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે ઉપસ્થિત રહી ભારત સરકાર ના વનમંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવજી ને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
પ્રેસ કવરેજ.
પ્રેસ કવરેજ.
જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.૧૯.૦૯.૨૦૨૧ નાં રોજ જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ, શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા કોલેજ રોડ સ્થિત ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો.. જેમાં હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું
આજરોજ કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું એકાર્યક્રમ માં જવાનો અવસર પ્રાપ્ત થયો,આ બ્લડ ડોનેશન કેમ્પ માં સહકારી શેત્રના આગેવાનો એ રક્તદાન કરી સહભાગી બન્યા હતા સાથે જીલ્લા યુવા મોરચા નાં કાર્યકરો એ મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું.જેમાં હાજરી આપી રક્ત દાતાઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત ક્યા હતા.
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી.
આજ તા. ૧૯.૦૯.૨૦૨૧ ના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં બેંકના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સાધારણ મા પોતાનું ઉદ્બોધન કરી ને બેંક ના કાર્યો ને બિરદાવ્યા હતા, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી.જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર સીટ નાં જામકા ગામ ખાતે ધડુક વાડી ખાતે શક્તિ કેન્દ્ર ની બેઠક મળી .જેમાં હાજરી આપી સેમરાળા સાખડાવદર બાદલપુર ગામના સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે માહિતી મેળવી સત્વરે નિરાકરણ લાવવા ખાત્રી આપી, સાથે સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડનાં લોકો સુધી પહોંચે એ હેતુ સર માહિતી આપી, સાથે ભારતીય જનતા પાર્ટીની નીતી રિતી મુજબ બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સહીત મંડલ કક્ષાએ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા.



































































