જુનાગઢ તાલુકાનાં વડાલ ગામના ખેડૂત ખાતેદાર સ્વ.પ્રફુલભાઈ વેલજીભાઇ દોમડીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર સ્વ.નીતિનભાઈ ગોકળભાઇ ઢોલરીયા અને કેરાળા ગામના ખેડૂત ખાતેદાર સ્વ.રણછોડભાઇ બાબુભાઇ સરવૈયા નું અકસ્માતમાં અવસાન થતાં આજ રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ ની પોલીસી મુજબ આજ રોજ ખેડૂત ખાતેદાર ના વારસદારોને માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન શ્રી કીરીટભાઇ પટેલ તથા ડીરેકટર શ્રી પ્રવિણભાઈ પટોળીયા તથા ડીરેકટર શ્રી ગોપાલભાઈ દેસાઈ ના વરદ હસ્તે રૂપિયા – ૧૫૦૦૦૦/- ના ચેકો અપૅણ કરવામાં આવેલ.
Day: September 28, 2021
દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી.
આજ તા. ૨૮.૦૯.૨૦૨૧ ના રોજ દોમડીયા વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં સંઘના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપસ્થિત રહી સાધારણ મા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, આ તકે જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના કાર્યો ને બિરદાવ્યા હતા, જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે સ્વાગત.
આજરોજ તા.૨૮.૯.૨૦૨૧ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી આજે સોમનાથ દાદાના દર્શન અર્થે પધારતા કેશોદ એરપોર્ટ ખાતે એમનું ઉમળકા ભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો,જેમાં જીલ્લા ભાજપની ટીમના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.


















