આજરોજ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) અને ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું.






