આજરોજ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ભવન ખાતે જિલ્લા ભાજપની બેઠક યોજાઇ હતી. બેઠકમાં આગામી તા.૩૦.સપ્ટેમ્બર નાં રોજ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રાઘવજીભાઇ મકવાણા (આર.સી.મકવાણા) અને ૩ ઓક્ટોમ્બર નાં રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જન આશીર્વાદ યાત્રા લઈ પધારતા હોય,જેને લઇને યાત્રાના રૂટ તેમજ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.યાત્રા દરમ્યાન જિલ્લા ની ટીમ દ્વારા મંત્રીશ્રીના સ્વાગત અંગે ના આયોજન અંગે તૈયારીઓ કરવા સૂચન આપ્યું હતું.
Day: September 27, 2021
જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાળા ગામના આગેવાનો સાથે જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાત કરી.
આજરોજ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાળા ગામના આગેવાનો સાથે જિલ્લા કાર્યાલય ખાતે મુલાકાત કરી આગામી તા.૨૭/૨૮. ઓક્ટોબર નાં રોજ પસવાળા ગામે નવનિર્મિત રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઇ જરૂરી માર્ગદર્શન સાથે મદદ કરવા જણાવ્યું હતું
સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભાર.
સૌ પ્રથમ સોરઠ ની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્શભાઈ સંઘવી નો ખુબ ખુબ આભારથોડા દિવસો પહેલા વિસાવદર માં આવારા તત્વો દ્વારા ભય નો માહોલ ઉભો કરી જે હુમલો કરવામાં આવ્યો હતો.તે બાબતે આવા લુખ્ખા તત્વો પર કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી જેનો વહેલી તકે નિર્ણય લઈ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય શ્રી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ આવારાતત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે તે બદલ સોરઠ ની જનતા ખુબ ખુબ આભાર માને છે.









