Day: September 19, 2021
જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ તા.૧૯.૦૯.૨૦૨૧ નાં રોજ જૂનાગઢ જિલ્લા લેઉઆ પટેલ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ,નિવૃત્ત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાને સન્માન કરવાનો કાર્યક્રમ, શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા કોલેજ રોડ સ્થિત ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો.. જેમાં હાજરી આપી તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.
કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું
આજરોજ કૃષિ યુનિવર્સિટીના સરદારપટેલ હોલ ખાતે ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સંયુક્ત આયોજન કરાયું એકાર્યક્રમ માં જવાનો અવસર પ્રાપ્ત થયો,આ બ્લડ ડોનેશન કેમ્પ માં સહકારી શેત્રના આગેવાનો એ રક્તદાન કરી સહભાગી બન્યા હતા સાથે જીલ્લા યુવા મોરચા નાં કાર્યકરો એ મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતાનું યોગદાન આપ્યું હતું.જેમાં હાજરી આપી રક્ત દાતાઓને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત ક્યા હતા.
કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી.
આજ તા. ૧૯.૦૯.૨૦૨૧ ના રોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ ની ૬૨.મી સાધારણ સભા મળી જેમાં બેંકના ડિરેક્ટર ઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પ્રભારી ધવલભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સાધારણ મા પોતાનું ઉદ્બોધન કરી ને બેંક ના કાર્યો ને બિરદાવ્યા હતા, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમિટેડ દ્વારા મળેલી સાધારણ સભામાં ખેડૂતો ને વધુમાં વધુ લાભ મળે એ હેતુસર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.


































