આજ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લામાં પધારી રહ્યા હોય જેને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા તેમજ તાલુકા ના વિવિધ મોરચા, તેમજ જિલ્લા યુવા મોરચા દ્વારા સ્વાગત ને લઇ અનેરો ઉત્સાહ.
Month: August 2021
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
જૂનાગઢ જિલ્લા માં જન આશીર્વાદ યાત્રા 19 ઓગષ્ટ આવવાની હોય જેના આયોજન ને લઇ આજરોજ બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ખાતે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા ની બેઠક મળી.
જૂનાગઢ જિલ્લા માં જન આશીર્વાદ યાત્રા 19 ઓગષ્ટ આવવાની હોય જેના આયોજન ને લઇ આજરોજ બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ખાતે પાર્ટીના જવાબદાર કાર્યકર્તા ની બેઠક મળી જેમાં વિસાવદર જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઈ રીબડીયા, જીલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ રામભાઈ સોજીત્રા, તાલુકા ભાજપ મહામંત્રી પરસોતમભાઈ પદમાણી, રમેશભાઈ જીલ્લા ભાજપ મંત્રી. ચંદુલાલ મકવાણા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી.ઘનશ્યામભાઈ કોટડીયા હાજર રહ્યા હતા. જે બેઠકમાં હાજરી આપી આવનારી યાત્રાના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે પોઇન્ટ ટું પોઇન્ટ જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.
જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી,યાત્રાનું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી, એ બેઠકમાં હાજરી આપી, જન આશીર્વાદ યાત્રા નું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાના વિવિધ રૂટ પર સ્વાગત,તેમજ જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જુનાગઢ ખાતે ૭૫ મો રાજ્ય મહોત્સવ અંતર્ગત ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો જેમા ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.
આજ રોજ જુનાગઢ ખાતે ૭૫ મો રાજ્ય મહોત્સવ અંતર્ગત *એટ હોમ* કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમ મા ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને માણવાનો મોકો મળ્યો.
પ્રેસ કવરેજ
“જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે વિસાવદર તાલુકા અને શહેર ભાજપ સાથે બેઠક
વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે બેઠક કરી.
આજ રોજ વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે વિસાવદર તાલુકા અને શહેર ભાજપ સાથે બેઠક કરી આ યાત્રા ને સફળ બનાવવા માટે જરૂરી સુચન કરેલ.
ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી. ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
જૂનાગઢ ખાતે આવનાર *જન આશીર્વાદ યાત્રા* -૨૦૨૧ અંગે બેઠક મળી આજરોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય *દિનદયાલભવન* ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીના નિર્દેશાનુસાર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નવા વિસ્તરણ કરાયેલ કેબિનેટ મંડલ માં સમાવિષ્ટ ૪૩.નવા મંત્રીશ્રીઓ દ્વારા સ્વતંત્ર દિવસ, ૧૫ ઓગસ્ટથી ૨૧ ઓગષ્ટ ત્રણ દિવસ ભારતભરમાં *જન આશીર્વાદ યાત્રા* નું આયોજન કરવામાં આવેલ હોય જેને લઇને જૂનાગઢ ખાતે આગામી ૧૯/૨૦. ઓગસ્ટના રોજ *જન આશીર્વાદ યાત્રા જૂનાગઢ* પહોંચવાની હોય જેને લઇને આ યાત્રાના સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમ અંગે જિલ્લા કાર્યાલય *દિનદયાલ ભવન* ખાતે મળેલ બેઠકમાં હાજરી આપી.યાત્રાના સ્વાગતથી લઇ તમામ કાર્યક્રમ અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જીલ્લા,તાલુકાના હોદ્દેદારો, તેમજ યુવા મોરચા અને મહિલા મોરચાના જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા





























































