આજરોજ માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં માણાવદર શહેર તેમજ તાલુકાના સંગઠન ના જવાબદાર પદાધિકારીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર નારોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જમદિવસ ની ઉમળકા ભેર ઉજવણી થાય જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.










